કેરી

કેરી આવવા પહેલાં ખેડૂતો પાસે જાતવાર જનરલ નોંધ મંગાવી લેવામાં આવે છે. ત્યારબાદ પરિપક્વ થતા પ્રથમ તોલના દિવસે પૂજા વિધિ કાર્ય બાદ કેરીનું તોલ કરવામાં આવે છે.

આ રીતે સીઝનમાં વ્યવસ્થા કર્યાબાદ ભાવો નક્કી કરીને હિસાબો તૈયાર કરી ખેડૂતોને ઉપજનો વધારો વહેંચી આપી મંડળ મારફત વહીવટી ખર્ચ લઇ બાકી રકમ તથા વધારાનો દરેક ખેડૂતને હિસાબ મોકલી નાણાં ચૂકવવામાં આવે છે.

ચીકુ

વર્ષની શરૂઆતમાં આખા વર્ષ દરમિયાન ખેડૂત કયા પાકની વ્યવસ્થા મંડળ મારફત કરાવવા માંગે છે તેની નોંધ તથા ચીકુ, વિગેરે પાકની અંદાજિત કેટલો પાક ઉત્પન્ન કરી મંડળને આપશે તેની નોંધ આપે છે. ત્યારબાદ કેટલાક વહીવટી નિયમો માટે ઉત્પાદકોની મિટિંગ બોલાવી ચર્ચા કરવામાં આવે જેમાં ચીકુ કેવી રીતે મંડળમાં લાવવા તથા ક્વોલિટી બાબતે ખેડૂતો સાથે ચર્ચા કરવામાં આવે.

દરેક લાભપાંચમથી ચીકુ પુલિંગની શરૂઆત કરવામાં આવે છે. ચીકુ સવારે ઝાડ ઉપરથી ઉતારી સાંજે ખેડૂતોએ પોતે પોતાના હિસાબે ગ્રેડિંગ કરીને લાવવાના હોય છે.

ડાંગર