પ્રમુખશ્રીનો સંદેશ
આપણા દેશના માનનીય વડાપ્રધાનશ્રી જયારે દેશને ડિજિટલાઇઝેશન થકી ઉચ્ચસ્થાને પ્રગતિ તરફ આગળ વધારી રહ્યા છે, ત્યારે આપણે પણ દેશની પ્રગતિમાં સહભાગી થવા આ નવા બદલાવને આવકારવો જોઈએ. આ જ હેતુથી આપણા મંડળ માટેની નવી એપ રજૂ કરી થઇ રહી છે.
આ એપ થકી આપણા વિસ્તારના સભાસદો તથા મંડળી સાથે સંકળાયેલ તમામ વ્યક્તિઓને ઘરબેઠા અને આંગળીના ટેરવે મંડળી વિષે તમામ માહિતીઓ મળી રહેશે. આ એપથી ખેડૂતોને પણ પોતાના ઉત્પાદિત પાકની તમામ માહિતી જેમ કે, ઉત્પાદિત માલની વ્યવસ્થા, તેની ઉપજ એમ દરેક માહિતી ઘરબેઠા પ્રાપ્ત થશે. મંડળી સાથે સંકળાયેલ તમામ વ્યક્તિઓને જીવન જરૂરિયાતની વસ્તુઓથી માંડી મંડળીની પ્રગતિ અંગેની તમામ માહિતીઓ સરળતાથી ઉપલબ્ધ બનશે.
આજે જયારે વર્તમાન સમયમાં કોવિડ-૧૯ જેવી મહામારી સામે દેશ ઝઝૂમી રહ્યો છે, માનનીય વડાપ્રધાનશ્રીએ દેશના લોકોને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અનુરોધ કર્યો છે, ત્યારે આ એપ મંડળી સાથે જોડાયેલા તમામ વ્યક્તિઓ માટે ઘણી જ મદદરૂપ થઇ રહેશે. આ એપ મંડળી અને આસપાસના વિસ્તારના લોકો વચ્ચેનો સેતુ વધુ મજબૂત બનાવશે તેવી મને આશા છે.