શ્રી અભિષેક એન. પટેલ, પ્રમુખશ્રી

“સહકાર એ એક છેડે નફાના હેતુવાળા સાહસ અને બીજા છેડે આત્મા વિનાનો રાજયવાદ, આ બંને વચ્ચેનો સોનેરી માર્ગ છે.”
– ગાંધીજી

દક્ષિણ ગુજરાતમાં ૧૯૪૬ થી સહકારી પ્રવૃત્તિ દ્વારા ગ્રામોદ્યોગની કલ્પના સાથે સહકારી મંડળીઓની સ્થાપના કરવાની શરૂઆત આ વિભાગના શ્રેષ્ઠીઓએ કરી.

સહકારીમાંજ ગ્રામોધ્ધાર છે અને પ્રવૃત્તિજ ગામડાની તારણહાર છે એની ખાત્રી થતાં હાલનાં ખારેલ વિભાગનાં મોખરાનાં ગણદેવા ગામે તા. ૬-૯-૧૯૪૬ નાં રોજ ‘ગણદેવા ગૃપ ક્રેડીટ સોસાયટી અનલીમીટેડ’ની સ્થાપના દ્વારા આ વિભાગમાં પ્રવૃતિનાં બી રોપાયા. નાના વિચારના નાના બુંદનું જતન થયું, પોષણ થયું, જે આજે વટવૃક્ષ બની આ વિભાગ માટે વિશ્રામનું સ્થાન બન્યું છે. એ ધામ એટલે જ આપણી ખારેલ વિ. વિ. કા. સ. મંડળી લી. ખારેલ. મંડળીના મૂળ સ્થાપકો અને મંડળીને મોટા કદની બનાવી વિવિધ કાર્યકારી મંડળીનો દરજ્જો અપાવનાર વડીલોના પ્રયત્નોએ આ વિભાગને પ્રગતિનો રાહ ચીંધ્યો.

સહકારી પ્રવૃત્તિનો આશય ઉત્પાદકથી ઉપભોક્તા સુધી પહોંચવાનો છે. લક્ષ્ય હજુ દૂર છે પરંતુ સહકારી મંડળીઓ એ દિશા તરફ પ્રયાણ કર્યું છે. જે પૈકીની એક ખારેલ મંડળી છે. મંડળી વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ કરી આ વિભાગની પ્રજા માટે પૂરક-પોષક બની છે. આ વિભાગનાં ઉત્પાદકો અને ઉપભોક્તાઓને શોષણમુક્ત રાખવા ઢાલ બનીને કામ કરી રહી છે. એની પ્રવૃત્તિ, વિકાસ અને પ્રતિષ્ઠાએ ખારેલ સ્થળની પ્રતિષ્ઠામાં ઉમેરો કર્યો છે. ને.હા.નં.૪૮ પરના મહત્વના સ્થાને વિવિધ પ્રવૃત્તિથી ધમધમતું આ સ્થળ આ વિભાગની પ્રજાનું વિકાસ સ્થાન બન્યું છે જેમાં મંડળીનું યોગદાન બહૂમૂલ્ય છે.

 

વેપારી માર્કોરજિસ્ટ્રૅશન નંબરરજિસ્ટ્રૅશન તારીખ
ખારેલ વિભાગ વિવિધ કાર્યકારી સહકારી મંડળી લિ.936811-07-1957
ISO સર્ટિફિકેટવેટ નંબરજી.એસ.ટી. નંબર
2424060007724AAAAK0870D1Z6
પાન નંબરપી.એફ. રજિસ્ટ્રૅશન નંબરપ્રોફેશનલ ટેક્સ નંબર
AAAAK0870DSRSRT34253000R351001543
એમ્પ્લોય પ્રોફેશનલ ટેક્સ નંબરકાર્યક્ષેત્રના ગામો
ગણદેવા, એંધલ, ખાપરીયા, પીપલધરા, મટવાડ
શાખાઓ
શાખા નથી